આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનલ મેસી આજે 13 ડિસેમ્બરથી ભારતના પ્રવાસે છે. મેસી છેલ્લા 14 વર્ષમાં પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છે જેની શરૂઆત તેમણે કોલકાતાથી કરી હતી. પણ ત્યાં અનુભવ કડવો રહ્યો હતો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે તેમને માત્ર 22 મિનિટ પછી જ ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી. […]
રમતગમત
વિરાટ કોહલીનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ખતરામાં
ભારતીય યુવા બેટ્સમેન અભિષેક શર્મા T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ ભારતીય બેટર દ્વારા સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ આ કીર્તિમાન 2016માં બનાવ્યું હતું, જ્યારે તેણે 31 મેચોમાં 89.66ની સરેરાશથી 1,614 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી અને 14 અડધી સદીનો સમાવેશ થતો હતો. હવે […]
નિવૃત્તિ બાદ ભાવુક થયો WWE સુપરસ્ટાર જૉન સીના
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના એક યુગનો અંત આવ્યો છે. WWEના મહાન સુપરસ્ટાર જૉન સીનાએ શનિવારે (13મી ડિસેમ્બર) તેમની છેલ્લી મેચ લડીને રેસલિંગ રિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમની અંતિમ મેચ ગુંથર સામે હતી, જેમાં સીનાને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ ટેપ આઉટ જૉન સીના તેમની અંતિમ મેચમાં ગુંથર સામે ટેપ આઉટ […]
IPL ઓક્શન પહેલા સ્ટાર ખેલાડીનું નિવેદન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ગ્રીનને ઓક્શન માટે રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ સાથે બેટર તરીકે લિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ તેણે જાહેર કર્યું છે કે તે આગામી સિઝનમાં માત્ર બેટર નહીં, પણ સંપૂર્ણ ઓલરાઉન્ડર તરીકે રમવા […]




