વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરુષ રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ પાંચ રાજયોગેમાં હંસ, માલવ્ય, શશ, રૂચક અને ભ્રદ્ર રાજયોગનો સમાવેશ થાય છે. જ્યારે આ યોગ કુંડલી અથવા ગોચરમાં બને છે, ત્યારે વ્યક્તિને જીવનમાં માન-સન્માન, પદ, ધન અને સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. વર્ષ 2026માં બે મોટા રાજયોગમાં હંસ રાજયોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે અનેક રાશિ માટે સારા સંકેલ લઈને આવશે.
નવા વર્ષે બનશે હંસ-માલવ્ય રાજયોગ
જ્યોતિષ અનુસાર, ગુરુ ગ્રહ તેની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે ત્યારે હંસ રાજયોગ બનશે. બીજી તરફ, શુક્ર ગ્રહ તેની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે ત્યારે મહાપુરુષ માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. બંને યોગનું એક સાથે બનવું એ ઘણું દુર્લભ અને શક્તિશાળી માનવામાં આવે છે. જેનો પ્રભાવ કેટલીક રાશિના લોકોના જીવન પર મોટો સકારાત્મક બદલવા લાવી શકે છે. તેવી અમુક રાશિમાં આ બે યોગ અંગે વાત કરીએ.
કુંભ રાશિ
વર્ષ 2026 કુંભ રાશિ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. હંસ અને માલવ્ય રાજયોગના પ્રભાવથી કારકિર્દીમાં પ્રગતિની મજબૂત સંભાવનાઓ ઉભી થશે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે, જ્યારે વ્યવસાયમાં રહેલા લોકોને નોંધપાત્ર નફો મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત થશે. નાણાકીય સુખાકારી મજબૂત થશે, અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે, આ રાજયોગ ભાગ્યની લહેર લાવશે. શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી સંબંધિત બાબતોમાં સફળતા મળવાની શક્યતા છે. હંસ રાજયોગના પ્રભાવથી બૌદ્ધિક ક્ષમતાઓમાં વધારો થશે અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. માલવ્ય રાજયોગ સુખ-સુવિધાઓ અને વૈભવમાં વધારો કરશે. નાણાકીય લાભના નવા સ્ત્રોત ઉભરી શકે છે. પારિવારિક જીવન પણ સમૃદ્ધ રહેશે.



