કોલકાતા/હૈદરાબાદ : દુનિયાના મહાનતમ ફૂટબોલરોમાં સામેલ લિયોનેલ મેસીએ ભારતના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત કોલકાતામાં એક ઈવેન્ટમાં હાજરી આપીને કરી હતી, પરંતુ સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીની એક ઝલક પણ જોવા ના મળતા ચાહકોએ ભારે તોડફોડ કરી હતી. સ્ટેડિયમમાં ભારે અવ્યવસ્થાના કારણે આયોજકોએ મેસીને નિશ્ચિત સમય કરતા ઓછા સમયમાં સ્ટેડિયમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાની ફરજ પડી હતી. […]
ભારત
યુપીના જોનપુરમાં સાધુઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બાળકીના અપહરણની શંકામાં બે સાધુઓને ટોળાએ નિર્દયતાથી દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ બર્બર મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે 4 લોકોની અટકાયત કરી છે. આ ઘટના શનિવારે જૌનપુર શહેરના કોતવાલી વિસ્તારના ફૈઝબાગમાં બની […]
લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58
કેન્દ્રીય તપાસ એન્જસી (CBI)એ સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન પાર પાડી 1000 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સીબીઆઈએ દેશ અને વિદેશી સંચાલીત થતા આ નેટવર્કનો ખુલાસો કરી ચાર વિદેશી નાગરિક સહિત 17 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ 6 રાજ્યોમાં 27 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતી, જેમાં 58 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી […]
મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી
કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લિયોનેલ મેસીના કાર્યક્રમ દરમિયાન જોવા મળેલી અવ્યવસ્થાના કારણે મચેલી અફરાતફરીએ લોકોને પરેશાન કરી દીધા હતા. હકીકતમાં ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ના પહેલાં તબક્કામાં થયેલા આ હોબાળા બાદ કાર્યક્રમના આયોજકો સતાદ્રુ દત્તા સવાલોના ઘેરામાં છે. ગોવામાં આગવાળા નાઇટ ક્લબના માલિક સૌરવ અને ગૌરવ લૂથરની જેમ દત્તા પણ આ કાંડ બાદ કોલકાતાથી ભાગવાની તૈયારીમાં […]
નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ એક મોટો સંગઠનાત્મક નિર્ણય લેતા બિહાર સરકારમાં મંત્રી રહેલા નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને બિહાર તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપની વ્યૂહાત્મક મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે. પાર્ટી નેતૃત્વએ તેમના સંગઠનાત્મક અનુભવ, પાયાના સ્તરે હાજરી અને વહીવટી ક્ષમતાઓને ટાંકીને તેમને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી […]
વિમાન-શીપ બધુ બંધ; પાકિસ્તાન-બાંગ્લાદેશ ટેન્શનમાં
ભારત એકવાર ફરી કંઇક મોટું કરવા જઈ રહ્યું છે. આ જ કારણ છે કે, રાજકારણના રૂપે મહત્ત્વપૂર્ણ બંગાળની ખાડીમાં 2520 કિલોમીટર સુધી NOTAM (Notice to Airmen/Air Mission) જાહેર કર્યું છે. જેનો અર્થ એ છે કે, નક્કી તારીખ અને સમયે બંગાળની ખાડીમાં સંબંધિત રૂટથી ન તો કોઈ એરક્રાફ્ટ પસાર થશે અને ન તો કોઈ શિપ આ […]






